શ્રેયસ અને રાધિકા બંને ગાયબ થઈ ચૂક્યા હતા. દૂર દૂર સુધી તેમના પરત ફરવાના કોઈ અણસાર નહોતા દેખાઈ રહ્યા. જશોદાબેન સમજી ગયા હતા કે તેઓ બહુ મોટી અણધારી આફતમાં ફસાઈ ચૂક્યા છે જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગી રહ્યું હતું." સાંભળો તમે કાવ્યાનું ધ્યાન રાખો હું આગળ જોઈને આવું છું"- જશોદાબેન એ કહ્યું "અરે ના ના તારે જવાની કોઈ જરૂર નથી તું કાવ્યાનું ધ્યાન રાખ હું જોઈને આવું છું"- યશવર્ધનભાઈ ભાઈ દરવાજો ખોલતા બોલ્યા "તમે મારી વાત કેમ નથી સમજી રહ્યા? કાવ્યા તમારા વગર નહીં રહી શકે અને તમારી તબિયત પણ સારી નથી રહેતી મને જોવા જવા દો"- કહેતા જશોદાબેન