સપ્ત-કોણ...? - 16

  • 3.1k
  • 2
  • 1.6k

ભાગ - ૧૬ હવે ચોંકવાનો વારો કલ્યાણીદેવી અને રાણાસાહેબ બંનેનો હતો..... "આ કેવી રીતે શક્ય બને? એક જ સરખી દેખાતી બે વસ્તુઓનું એક જ સમયે બે અલગ સ્થળે હોવું. પહેલાં એ અરીસો અને હવે આ ઝૂમકું. .!" કલ્યાણીદેવીના મનમાં ઘોળાતો પ્રશ્ન હોઠે આવ્યો. "હું પણ એ જ વિચારી રહ્યો છું, તમે જણાવ્યું એમ અરીસા તો બે જ હતા તો આ ત્રીજો ક્યાંથી આવ્યો અને હવે આ ઝૂમકું. ... સાલું કાંઈ સમજાતું નથી." રાણાસાહેબ પણ માથું ખંજવાળવા લાગ્યા. "હું પરણીને આવી ત્યારે મારા સાસુએ મને આ ઝૂમકાની જોડી ભેટ આપેલ અને એમણે મારી પાસે વચન લીધું કે જો મારે બે દીકરા