સફર-એક અનોખા પ્રેમની... - 34

  • 2.2k
  • 1.2k

ૐ નીયા-આલોક તેમજ અનન્યા-અવિનાશની સગાઈ થઈ ગયા બાદ બધાં બીજા દિવસે પોત-પોતાના રોજિંદા કામમાં પરોવાઈ ગયા. તમે લોકો પણ પોતાના રોજિંદા કામોમાં પરોવાઈ ગયા હશો. તમને બધાંને સગાઈમાં ખુબજ મજા આવી હશે એવું હું આપ સહુનાં સુંદર પ્રતિભાવ પરથી કહી શકુ છું. આપનો આભાર. સગાઈનાં પછીના દિવસે જ્યારે નીયા ઓફિસે પહોંચી ત્યારે પ્રીયંકાને પોતાની ઓફિસમાં આવવા કહ્યુ. પ્રીયંકા ગભરાતાં-ગભરાતાં તેની સાથે ગઇ. નીયા તેને પોતાના કેબિનની મોટી વિન્ડો પાસે લઇ ગઇ. નીયાનો ગુસ્સાવાળો ચહેરો જોઇને પ્રીયંકાને ડર લાગી રહ્યો હતો કે "નીયામેમ ક્યાંક બધુ જાણી તો નથી ગયા ને?" નીયા ગુસ્સામાં બોલી, "પ્રીયંકા, તું કાલ મારી સગાઈમાં કેમ નહતી આવી