હા, ફેબ્રુઆરી જ હતો એ. અંગ્રેજી love ના મહિનાનું બીજું અઠવાડિયું અને તારીખ હતી 14. ઢળતી સાંજ હતી. થોડી મૂંઝવણ, અદમ્ય ઉત્સાહ અને ધડકતા હૈયે હું, કાકરિયાની પાળે એની રાહ જોઈ રહ્યો હતો. આમ તો અમે કેટલીય વાર મળ્યાં હતાં. વાતો પણ ઘણી કરી હતી. એકબીજા સાથે આત્મિયતાનો નાતો બંધાઈ ગયો હતો. પરંતુ અમારા સંબંધનું કોઈ નામ નહોતું. છેવટે મેં સાહસ કરીને, અમારા સંબંધને કોઈ નામ આપવાના મનસૂબા સાથે આજે તેને ખાસ મળવા બોલાવી હતી. કેટલી નિખાલસ હતી એ.! બિલકુલ સહજતાથી જ તેણે 'હા' ભણી દીધી હતી. તેની એ 'હા' રૂપી હિંમત હૈયામાં ભરીને હું અડધા કલાક પહેલાં જ પાળે