સફેદ દરવાજામાંથી અંદર ખેંચાયો તો અનુમાન તો એવું જ હતું કે સફેદ દાઢી-મૂછધારી બાબા હાથમાં લાકડી લઈ રાહ જોતાં ઊભાં હશે પણ બન્યું વિપરીત. ત્યાં તો એક સફેદ જીન્સ, ટી-શર્ટ અને મલમલની ટોપી ધારી બાવા રાહ જોતાં હતાં. મને અવાચક જોઈ બોલ્યાં, "એ ગઢેરા આંય આવને. તાં ઉભો ઉભો હું મારું મોં જોઇ રિયો છ?" 'પારસી બાવા પ્રેતલોકમાં' હું તો ખૂબ આશ્ચર્ય પામ્યો. એમની વાત ન માનતાં એમને થોડોક ગુસ્સો આવ્યો. "અલા ગઢેરા ટને કવ છ. બેરો છ કે હું? વાટ જ ની હાંભરટો. આંય મને ડિસ્કોમાં જવાનું લૅટ થાય છ ને આ નંગને કાંઈ ભાન જ ની મલે. ટુ