અનોખી પ્રેતકથા - 3

  • 2.6k
  • 1.3k

એનો રતાશ પકડતો સુંદર ચહેરો ખૂંખાર થાય એ પહેલાં મેં નમતું જોખતા વાત બદલતાં કહ્યું, "ઓકે... ઓકે...પણ તમે એ ન જણાવ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે હું ડૉક્ટર છું?" "અમને જે જીવને પ્રેત દ્વારેથી લાવવાનો આદેશ મળે છે એની બેસિક જાણકારી ટેલિપથીથી મોકલી અપાય છે. થયું સમાધાન?" હવે એણે ખરેખર કંટાળી જવાબ આપ્યો. મેં હકારમાં માથું હલાવ્યું. કાળાં અંધારે થોડાં ચમકતાં રસ્તા પર ચાલતાં ચાલતાં અમે એક કલાત્મક કૅબીન પાસે પહોંચ્યા. એણે મારું ફોર્મ કૅબિનની મધ્યમાં આવેલી એક તિરાડમાં સરકાવ્યું. "આપણે બેસીએ ક્યાંક?" મેં પૂછયું. "આ શું પાર્ક દેખાય છે? દેખાતું નથી કેટલી લાંબી લાઈન છે?" એણે મારી