અનોખી પ્રેતકથા - 2

  • 3.1k
  • 1
  • 1.7k

મેં દરવાજાથી પ્રવેશ કર્યો પણ અંદરનું દ્રશ્ય જોઈ મારાથી ચીસ પડાઈ ગઈ. હું બેહોશ ન થયો એ જ આશ્ચર્ય હતું. મારી સામે જ એક યમદૂત જેવો દેખાતો વ્યક્તિ બીજાં વ્યક્તિને ભઠ્ઠીમાં બાળી રહ્યો હતો, એનાં અંગો કાગળની જેમ બળી રહ્યાં હતાં અને એ ભયાનક ચીસો પાડી રહ્યો હતો. "બસ. થોભો." મારી પાસે ઉભેલી યુવતી બોલી અને યમદૂત જેવો વ્યક્તિ થોભ્યો. એણે બળતાં વ્યક્તિને પણ એની બાજુમાં ઉભો કર્યો. એ હજું પણ બળતરાની કણસતો હતો. "શું કર્યું આણે?" યુવતીએ પૂછ્યું. "નમસ્કાર દેવી. આણે ફોર્મમાં ખોટી વિગતો ભરી." યમદૂત જેવો વ્યક્તિ બોલ્યો. "એને કહો સાચી વિગતો ભરે. અહીં અસત્ય નહીં ચાલે." એમ