છપ્પર પગી - 1

(35)
  • 9.5k
  • 6.1k

છપ્પરપગી ( પ્રકરણ-૧ ) ——————મેલો ઘેલો સફેદ સાડલો, ડોક ઢંકાય ત્યાં સુધી લાજ કાઢેલ હળવેથી ડૂસકાં ભરતી એક સ્ત્રી મુંબઈ તરફ જતી ટ્રેનનાં જનરલ ડબ્બામાં જઈ રહી હતી. લાજ કાઢેલ એટલે મોઢાનાં કોઈ હાવભાવ સ્પષ્ટ વરતાય એવાં નહીં.અકડેઠઠ્ઠ ભરેલ જનરલ ડબ્બામાં દરવાજા પાસેની નાનકડી જગ્યામાં દસ થી બાર મુસાફરો જેમ ગોઠવાયા તેમ મુસાફરી કરતા હતા. કોઈને પણ, કદાચ મુસાફરોને પોતાને પણ તેને પડતી અગવડતાનો જરાં સરખો પણ અણસાર નહોતો જણાતો. આ ડૂસકાં ભરતી સ્ત્રીને બાજુમાં બેઠેલી આધેડ ઉંમરની સ્ત્રીએ પુછ્યુ, “કેમ રુવે સે ? કયો જવું સે , કોઈ મરી ગ્યું…આભડવાં જાય સો ?” સફેદ સાડલાથી લાજ કાઢેલ સ્ત્રી નો