લેખ:- પુસ્તક વાંચનલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની આજની પેઢી એટલે પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ, કોલ્ડડ્રીંક, સોફ્ટડ્રીંક, ફ્રેંકી વગેરે વગેરે ખાનાર પેઢી. હંમેશા વડીલો દ્વારા એમને ટોકવામાં આવે છે આ બાબતે. આ બધી વસ્તુઓ શરીર માટે નુકસાનકારક તો છે જ, પણ અતિશય માત્રામાં લેવામાં આવે તો! પરંતુ ઘણી જગ્યાએ મેં નોંધ્યું છે કે આ પેઢી સ્વાસ્થ્ય બાબતે પણ એટલી જ સજાગ છે. એક બાજુ આ બધું ખાઈ લે છે તો બીજા ત્રણ ચાર દિવસમાં સંયમ રાખી બધું સરભર કરી લે છે. હમણાંથી એક વાક્ય મને સતત વાંચવા મળી રહ્યું છે, "રેસ્ટોરન્ટ તરફ વધતી ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વધશે ને ત્યારે સમજવું કે