છોટુ

  • 2.7k
  • 1k

"એ છોટુ... પાણી લાવ તો..!" "ધત્ તેરી કી.. આ ટેબલ તો જો લ્યા..! એય છોટુ, પોતુયે ભેગુ લેતો આવજે લ્યા..!" "એ છોટુ... આ ખાલી પડેલા કપ ઉઠાવ અહીંથી..!" ત્રણ-ચાર લબરમૂછિયા કૉલેજીયન યુવકોએ હોટલમાં ઘૂસતાં જ ઉપરાછાપરી હૂકમો છોડવા માંડ્યા. પરંતુ સાયરન વગાડતી ત્યાંથી ગૂજરી રહેલી પોલીસની ગાડીને, ખૂબ જ ઉત્સુકતાથી જોવામાં લીન થઈ ગયેલા છોટુના કાન સુધી એ હૂકમો જાણે કે પહોંચ્યા જ ન હોય, તેમ તે બહાર રોડ પર જોઈ જ રહ્યો. "એ બે'રા...!" બાકસના ખાલી ખોખા વડે છોટુના ટાલકાનું નિશાન સાધતાં લચ્છાજી તાડૂક્યા, "હાંભળતો નથી લ્યા..? ઘરાક ચ્યાણનું બૂમો પાડ છ... પેલું ટેબલ સાફ કર.. અન પાણીનો જગ