સપનાનાં વાવેતર - 11

(64)
  • 6.9k
  • 3
  • 5.1k

સપનાનાં વાવેતર પ્રકરણ 11"તું આરામથી સૂઈ જા હવે. મને હવે તારામાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. સ્વર્ગ અને નર્કનો અનુભવ આજે જ કરી લીધો. મિત્રોને છૂટછાટ લેવા દેનારી અને લગ્ન પહેલાં જ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધનારી કૃતિ સાથે હું કોઈ જ સંબંધ રાખવા માગતો નથી. કાલે જ આપણા ડીવોર્સ પેપર તૈયાર કરાવી દઉં છું. કાલે ને કાલે તું તારા પપ્પાના ઘરે ચાલી જજે. કાલે કોઈ રિસેપ્શન પણ નહીં થાય" અનિકેત ઠંડા કલેજે બોલ્યો.કૃતિ અનિકેતની વાત સાંભળીને ધ્રુજી ગઈ !!"અનિકેત તમે મને આવું કઈ રીતે કહી શકો ? તમને પોતાના માનીને મેં મારા ભૂતકાળની બધી વાત તમને કરી. દરેકનો એક પાસ્ટ