લવ યુ યાર - ભાગ 28

(12)
  • 4.3k
  • 3
  • 2.6k

મીતના સાસુમા સોનલબેન બૂમો પાડતા રહ્યા કે, "ક્યાં ગયા જમાઈરાજા ? આવ્યા છો તો એમનેમ ન જવાય તમને મારા હાથની આદુવાળી ચા ભાવે છે તો પીને જ જાવ.."પરંતુ મીત તો અત્યારે શરમના માર્યા નીચું માથું કરીને જ ઉભો હતો અને સાસુમાની સામે જોવાની અત્યારે કોનામાં હિંમત હતી..?? શરમનો માર્યો કંઈજ બોલી શકે તેમ જ નહોતો અને કંઈજ બોલ્યા વગર હાથમાં પોતાની ફોર્ચ્યુનરની ચાવી લઈને રૂમની બહાર નીકળવા લાગ્યો.. બંસરીની નજર તેનાં ગાલ ઉપર પડી તેનાથી બોલ્યા વગર ન રહેવાયું, " જીજુ દીના હાથની મહેંદી તમે ગાલ ઉપર લગાવી દીધી ? " અને મીતે ગાલ ઉપર પોતાનો હાથ ફેરવ્યો તો હાથમાં