"ઓકે ઓકે, લોટ્સ ઓફ એન્જોય યોર ન્યૂ મેરેજ લાઈફ એન્ડ ઓલ ધ બેસ્ટ માય ડિયર.." મેહૂલ પટેલ ખૂબ પ્રેમથી પોતાના બેસ્ટ ફ્રેન્ડને બધાઈ આપી રહ્યા હતા. "થેન્ક્સ માય ડિયર..લે અપેક્ષાને આપું.." ધીમંત શેઠે ફોન અપેક્ષાના હાથમાં આપ્યો. અપેક્ષાએ મેહૂલ પટેલ સાથે વાતચીત કરી અને તેમના આશિર્વાદ લીધા અને ફોન મૂક્યો અને પાછી પોતાની યુ એસ એ ની તૈયારીમાં લાગી ગઈ.... ઘણાં બધાં લાંબા સમય બાદ ધીમંત શેઠે આજે ઘરે રહીને આરામ જ ફરમાવ્યો અને તે પણ પોતાના આલીશાન બંગલાના આલિશાન બેડરૂમમાં પોતાની કોડ ભરેલી રૂપ રૂપના અંબાર જેવી પત્નીને પોતાના ઉષ્માભર્યા આલિંગનમાં જકડી રાખીને.. અપેક્ષા પણ જાણે ઘણાં વર્ષોની તડપ