( પ્રકરણ : નવ ) એ આદમખોર પ્રેત રોમિતને પોતાની સાથે આકાશમાં ખેંચી ગયું એના આઘાતમાં લવલી ભાંગી પડીને બે હાથો વચ્ચે ચહેરો છુપાવીને રડી રહી હતી. આ દરમિયાન એના સાથીઓ જેકબ, ઈરફાન, કરણ અને સ્મિતા કયારે ત્યાંથી ચાલ્યા ગયા હતાં, એની જ તેને ખબર રહી નહોતી. અત્યારે તે એ મેદાનમાં એકલી હતી અને અંધારા આકાશ તરફ જોઈ રહી હતી. ‘કોઈ પણ પળે ફરી પાછું એ પ્રેત આવશે અને તેને પણ રોમિતની જેમ ઉડાવી જશે,’ એવા ભયથી તે કાંપી રહી હતી ! એક...બે....ત્રણ અને પંદર પળો વિતી. લવલીને લાગ્યું કે જાણે દૂર...દૂર અંધારા આકાશમાંથી એ ભયાનક પ્રેત તેની તરફ જ