( પ્રકરણ : છ ) ‘...એ પ્રેત ચોકકસ પાછું આવશે અને એણે આપણાંમાંથી જેને-જેને પસંદ કર્યા હશે, એ બધાંને એ પોતાની સાથે ઊડાવીને લઈ જશે !’ બસમાં રહેલાં બધાં પર ભયભરી નજર ફેરવતાં લવલીએ ડુમાયેલા અવાજે કહ્યું, એટલે બસમાં સન્નાટો છવાઈ ગયો. નેહા, શિલ્પા, નતાશા અને સ્મિતાનાં મોતિયાં મરી ગયાં. યશ, મનજીત, અખિલ, તેજસ અને મિલિન્દ ગભરાઈ ઊઠયાં. રોમિત અને કરનની હાલત પણ કફોડી હતી, તો ઈરફાન, જેકબ અને અનૂજ પરાણે હિંમત જાળવી રહ્યા હતા. ‘બધાં હિંમત રાખો.’ સન્નાટાને ચીરતાં લવલી બોલી : ‘કોઈ ડરશો નહિ.’ ‘તું...તું વાત ડરી જવા જેવી કરે છે અને પાછી કહે છે કે, ડરશો નહિ