કાલચક્ર - 3

(29)
  • 4.5k
  • 3
  • 2.6k

( પ્રકરણ : ત્રણ ) યશને પોતાની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો અવાજ સંભળાયો, એ સાથે જ તેના મોઢેથી ચીસ નીકળી ગઈ અને તેણે પાછળ વળીને જોયું, તો ફડ-ફડ-ફડની પાંખોના અવાજ સાથે અને ક્રાં-ક્રાં-ક્રાં...ની બૂમાબૂમ સાથે કાગડાંનું ટોળું હવામાં ઊડયું. યશ ચહેરો અધ્ધર કરીને આકાશમાં ઊડી જઈ રહેલા કાગડાંના ટોળાંને જોઈ રહ્યો, ત્યાં જ ઈમરાન, અખિલ અને કરણ તેની નજીક આવી પહોંચ્યા. ‘...તેં ચીસ કેમ પાડી ?’ કરણે પૂછયું, તો ઈમરાન હસીને બોલ્યો : ‘...કાગડાંના ટોળાથી ડરી ગયો ને, યશ ?’ યશે આકાશ પરથી નજર પાછી વાળીને ઈમરાન તરફ જોયું પણ કંઈ જવાબ આપ્યો નહિ. ત્યાં જ બસ પાસેથી આલ્બર્ટ સરનો અવાજ