ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 121

  • 2k
  • 724

(૧૨૧) મહારાણા પ્રતાપસિંહનો વિષાદ            ઇ.સ. ૧૫૯૭ ની સાલ હતી. જાન્યુઆરી માસ હતો. શિયાળાની ખુશનુમા ઠંડીમાં, આયડના જંગલોમાં મહારાણા શિકારે ગયા. આયડના ગીચ જંગલોમાં એકવાર માનવી સરી જાય પછી શોધવો મુશ્કેલ. વાઘનો શિકાર કરવાની તક મહારાણા છોડે ખરા? દૂરથી હિંસક પ્રાણીને જોતાં જ તેઓએ ધનુષ્ય ઉઠાવ્યું. તીર ભાથામાંથી કાઢ્યું. પ્રત્યંચા પર તીર ચઢાવી જોરથી ખેંચી. ખૂબ જોર લગાવવા જતાં આંતરડામાં તકલીફ ઉભી થઈ. છાંતીમાં દુખાવો થયો.          થોડાજ દિવસોમાં એ દુખાવો એટલો દર્દ કરવા લાગ્યો કે મહારાણા બિછાને પડ્યા. કર્મવીરને અકર્મણ્યતાનો કાળ અભિશાપ જેવો લાગે છે. મહારાણાના મનમાં વિચારોનો પ્રવાહ ઉભરાવા લાગ્યો.          સમગ્ર જીવન સંઘર્ષમાં પસાર કર્યું. જીવનનું