પ્રેમ સમાધિ - પ્રકરણ 13

(34)
  • 4.1k
  • 2
  • 2.9k

પ્રેમ સમાધિ પ્રકરણ-13 વિજય ટંડેલે સીગરેટનાં દમ માર્યા.. એનાં હોઠ મરક્યાં.. પછી ફોન ડાયલ કર્યો... રીસીવ કરવાની રાહ જોઇ પછી સામેથી ફોન ઊંચકાયો.. વિજયે કહ્યું સાધુનાથ... તારું નામ સાધુ અને કામ ડાકુ જેવા... મને બધાં સમીકરણ સમજાઇ ગયા છે..” વિજય આગળ બોલે પહેલાં સામેથી પેલાએ કહ્યું વિજય આટલી રાત્રે તારો ફોન આવ્યો હું સમજી ગયો.. મને જ્ઞાન આપવા ફોન કર્યો છે ? તું બેતાજ બાદશાહ હોઇશ પણ હું કંઇ કમ નથી... મારો પણ દરિયો છે હું ખાબોચીયામાં નથી જીવતો... શેના માટે ફોન કર્યો ? વિજયે કહ્યું મારે તને જ્ઞાન નથી આપવું… નથી મને એવો કોઇ શોખ. સીધી ચેતવણી આપું છું