દો દિલ મિલ રહે હૈ - 2

  • 3.9k
  • 1
  • 2.5k

અરે જલ્દી કરો છોકરાવાળા આવતા જ હશે. એ લોકો એ છોકરીને જોઈ લે છે પણ એક વખત ગોળધાણા ખાઈ લે એટલે વાત પાકી થઈ જાય. માનસીને સરખી રીતે તૈયાર કરજો. છોકરો બહુ સારા ખાનદાનમાંથી છે. માનસી તૈયાર થઈ જાય છે. સ્મિતાબેન ને તો જાતજાતના ભગવાન બનાવી લીધા હોય છે. બહારથી ગાડીનો અવાજ આવે છે ત્યાં મહેન્દ્રભાઈ કહે છે, " આવો આવો! જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? " આટલું સાંભળતા આજે સ્મિતાબેન પણ અંદરથી આવે છે અને કહે છે, " જય શ્રીકૃષ્ણ કેમ છો મજામાં? " સામેથી વળતો જવાબ આવે છે " હા બસ એકદમ મજામાં. તમે કેમ છો? મજામાં?