મળવા આવતી રેહજે..!

  • 1.5k
  • 528

હું વિચારોમાં ખોવાયેલી બારી પાસે ચાનો કપ પકડીને ઉભી હતી..બહાર ચાલતો પવન અને મારા અંદર ચાલતા વિચારો બન્નેની સ્થિતી લગભગ સરખી હતી..ફંગોળાયેલી...એટલામાં રૂમનો દરવાજો ખટક્યો અને હું વિચારોના વમળમાંથી બહાર આવી..બહાર માધવ ઊભો હતો એ..તૈયાર થઈને એ મારી રાહ જોઈ રહ્યો હતો અને મને અચાનક ભાન થયુ કે આજે મારે મારા ભુતકાળ પાસે જવાનું હતુ કેમ કે આવતા અઠવાડિયે એક નવા વર્તમાન તરફ પ્રભુતાના પગલા પાડવાના હતા એ વર્તમાન એટલે માધવ. માધવ ટોલ, ડ્રાક અને હેન્ડસમની વ્યાખ્યાઓથી બહુ દુર હતો..તેનું શરીર બહુ આકર્ષક ન હતું પણ એની આત્મા કોઈને પણ મોહી લે એવી હતી.. એ નાની મોટી દરેક વાતમાંથી હકાર