સપ્ત-કોણ...? - 15

  • 2.2k
  • 1
  • 1.2k

ભાગ - ૧૫વહેલી સવારે આવતા સિતારના સુરોની સાથે મધુર કંઠે ગવાતા ગીતે શ્રીધરના હૃદયના તાર પણ રણઝણાવી મુક્યા હતા, એ પથારીમાંથી ઉભો થઈ એ અગાશીએ આવી પાળ ઝાલી ઉભો રહ્યો અને અવાજની દિશામાં તાકવા લાગ્યો પણ કોઈ એની નજરે ના ચડ્યું એટલે એ હજી પગથિયું ઉતરવા જઈ જ રહ્યો હતો ત્યાં સામેના મકાનનું બારણું ખુલ્યું અને સ્વર્ગથી કોઈ અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી નાજુક, નમણી યુવતી બહાર આવી જેને શ્રીધર દિગમૂઢ થઈ જોઈ રહ્યો પણ એ ઘર આંગણે ખીલેલા ગુલમહોરના વૃક્ષને અઢેલી ઉભી રહી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એના કંપતા ડુસકાનો અવાજ સાંભળી શ્રીધર એને ધારીધારીને નીરખી