ડાયરી - સીઝન ૨ - પૃથ્વીની પ્રદક્ષિણા

  • 1.7k
  • 726

શીર્ષક : પૃથ્વીની પ્રદક્ષિણા ©લેખક : કમલેશ જોષી એક દિવસ સાંજના સમયે હું, બહેન, બનેવી, મમ્મી, પપ્પા સૌ ડાયનીંગ ટેબલ પર બેસી ચા પી રહ્યા હતા, ત્યાં મારો ભાણિયો ગૅઇટ ખોલી ઘરમાં દાખલ થયો. દફતર સોફા પર ફગાવી, જાણે સ્કૂટરનું સ્ટીયરીંગ પકડતો હોય એમ બે હાથ હવામાં આગળની તરફ લંબાવ્યા અને જાણે સ્કૂટરની કિક મારતો હોય એમ એક પગ હવામાં ઊંચકી જમીન પર પછાડ્યો અને મોઢેથી ‘હનનન...’ એવો અવાજ કરી લીવર દેતો હોય એવી મુદ્રામાં હાથ ઘુમાવતો અમારી ફરતે દોડવા લાગ્યો. "અલ્યા, આ શું કરી રહ્યો છે...?" અમે પૂછતાં રહ્યા પણ ટ્રાફિક પોલીસની સિટીને ગણકાર્યા વિના જેમ લાયસન્સ વગરનો ડ્રાઈવર