સંધ્યા - 11

(15)
  • 3.6k
  • 1
  • 2.1k

સંધ્યાને અંદાજ આવી જ ગયો કે સૂરજ એના ઘરે જ આવી રહ્યો છે. સંધ્યાના એ અહેસાસ માત્રથી જ ધબકારા વધી ગયા હતા. સંધ્યાના મમ્મી અને પપ્પા હોસ્પિટલ ફરી ફોલોઅપ માટે ગયા હતા. સુનીલ હજુ કોલેજ થી આવ્યો નહોતો. સંધ્યા ઘરે એકલી હોવાથી સહેજ ગભરાઈ રહી હતી કે સૂરજ જો ઘરે આવ્યો તો કેમ એની સામે નોર્મલ રહી શકશે! સંધ્યા આવું વિચારી રહી હતી ત્યાં જ ડોરબેલ વાગી, એ દરવાજો ખોલવા ગઈ હતી. સંધ્યાએ દરવાજો ખોલ્યો અને ખરેખર સૂરજ હતો. એના ચહેરે ખુશી અને ગભરાહટના મિશ્રિત ભાવ સૂરજ જાણી ગયો હતો. સંધ્યા કંઈ બોલે એ પહેલા એણે જ કહી દીધું, "અંદર