સંધ્યા - 8

(12)
  • 3.2k
  • 4
  • 1.8k

સૂરજને મુકવા માટે સુનીલે કહ્યું, પણ સૂરજનો એક વિદ્યાર્થી બહાર ગેટ પાસે જ રાહ જોઈ રહ્યો હતો. સુરજ આભાર વ્યક્ત કરતા ઘરની બહાર નીકળ્યો હતો.સૂરજ ગયો કે તરત સંધ્યા પોતાની બાલ્કનીમાં ગોઠવાઈ ગઈ હતી. એ સૂરજને જતો હતો એ જોવા ઈચ્છતી હતી. સૂરજને પણ અંદાજો આવી જ ગયો કે, સંધ્યા બહાર બાલ્કનીમાં હશે જ! આંખોથી મનની વાત એ જાણી ચુક્યો હોય એમ બહાર ગેટ પાસે પહોંચીને નજર સંધ્યાની બાલ્કની જે તરફ હોય એ તરફ કરી, અને સંધ્યાને ત્યાં ઉભેલી જોય કે તરત સ્મિત એના ચહેરા પર છવાઈ ગયું હતું. સંધ્યા પણ હસી જ પડી! બંને એકબીજાને જ્યાં સુધી જોઈ શકે