સંધ્યા - 7

(14)
  • 3.6k
  • 2
  • 2.3k

સંધ્યાના પપ્પા સાથે આવેલી એ વ્યક્તિને જોઈને તો એ જાણે એકદમ જ હરખાઈ ઉઠી. એણે ફરી એકવાર પોતાની આંખો ચોળી. એને લાગ્યું કે, એ કોઈ સપનું તો નથી જોઈ રહી ને? શું ખરેખર આ સૂરજ જ છે? પણ એ અહીં ક્યાંથી? એને થયું આમ અચાનક મારાં મનનો માણીગર મારાં ઘરે ક્યાંથી? ત્યાં જ સંધ્યાના પપ્પા બોલી ઉઠ્યા, "અરે! સંધ્યા! કેમ દરવાજા પાસે આમ જ ઊભી છો? અમને ઘરમાં તો આવવા દે." આંખનો પલકારો પણ માર્યા વગર એ સૂરજને જ નીરખી રહી હતી. હવે એને ભાન થયું કે, એ કોઈ સ્વપ્ન નહોતી જોઈ રહી. એ ખરેખર સૂરજ જ હતો. સૂરજના આવવાથી