અમે બેંક વાળા - 38. મારકણા સાહેબ

  • 1.6k
  • 622

મારકણા સાહેબએ ગામનું નામ નથી કહેતો. આ વાતમાં છે એ મેનેજર પછી ક્યારેક હું પણ ત્યાં ગયેલો. કોંગ્રેસ રાજ મઘ્યાને તપતું હતું ત્યારે. સંપૂર્ણ દોષ એ સરકારને દેવો ખોટો, ગામની મથરાવટી જ લોન પૂરતી અત્યંત મેલી. પાકધિરાણ જે દર વર્ષે એક વાર ભરી ફરીથી ઉપાડવાનું જ હોય એ રીન્યુ કરવા પણ કોઈ ન આવે. ઘેર જાઓ તો ખાટલે બેઠો રહે, ભૂલથી પણ એકાદ લોન રીન્યુના કાગળમાં સહી કે અંગૂઠો ન પાડે. મોટા ભાગના લોકો ગામમાં ને નજીકની ઠીકઠાક હાઈસ્કૂલ હોઈ ભણેલા એટલે અક્ષરજ્ઞાન હતું પણ જરા વધુ પડતા ગણેલા.ઠીક, આટલા વર્ષે મારે એમને માટે ઓકવા હ્રદયમાંથી ઝેર કાઢવું નથી. એ