(૧૧૭) હા હન્ત હન્ત નલિનીમ્ અમાસની કાજળઘેરી કાળી રાત્રિ હતી. મોગલ શહેનશાહ બેચેનીથી મહેલને ઝરૂખે ઉભા છે. આસમાનને નીરખી રહ્યા છે, મન તોફાને ચઢ્યું છે. ભૂતકાળની ભવ્યતાને વાગોળતા વાગોળતા છેક ૧૫૮૬ ની ઘટનાપર આવીને ઉભું રહ્યું. બિરબલ પોતાનો જિગરી દોસ્ત હતો. બાદશાહ અને બિરબલની જોડી તૂટશે એવી કલ્પના પણ અસહ્ય હતી. દોસ્તી પણ કેવી અજબ હતી. પોતે એક સમ્રાટ હતો અને બિરબલ એક બ્રાહ્મણ. એક મુસલમાન, બીજો હિંદુ, બંને દોસ્તી થયાબાદ ધર્મના સરવાળા બાદબાકીમાંથી ઉપર ઉઠી ગયા હતા. આ કવિતા ગાઈને ગુજરાન ચલાવનાર ભાટ, શક્તિશાળી કંઠ અને હાજર જવાબીપણાને કારણે “કવિરાય’ અને પછી “રાજા” બની ગયો. ગુજરાતની