અમે બેંક વાળા - 36. લે, મને શૂટ કર

  • 1.6k
  • 690

એ દિવસોની વાત જ અલગ હતી. કંઈક ભયનો માહોલ બેંક ઓફ બરોડા ના અધિકારીઓમાં છવાઈ ગયો હતો. એમ કહેવાતું કે નાની વાતમાં મોટી સજા કે કીડીને કોશનો ડામ એ સામાન્ય થવા પર હતું પણ એટલું બધું ન હતું. નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ખૂબ કડક હતા પણ એ કરતા એ એમના કેટલાક નિર્ણયો એ વખત મુજબ મનસ્વી લાગતા. ખાસ તો સ્ટાફ વિરોધી હતા. સ્ટાફનો એમની કાર્યશૈલી સામે પ્રચંડ વિરોધ ઉઠ્યો. અહીં, ત્યાં, બધે દેખાવ થવા લાગ્યા. એક સાથે અમુક જગ્યાએ ડેમોસ્ટ્રેશન વગેરે શરૂ થઈ ગયાં. પણ સાહેબની કડકાઈ એવી અને સૂચના પણ એવી કે દેખાવોને શરૂ થતાં જ ડામી દો. કોઈ યુનિયન