પ્રેમ સમાધિ - પ્રકરણ 8

(36)
  • 4.9k
  • 3
  • 3.4k

પ્રેમ સમાધિ પ્રકરણ-8 વિજય ટંડેલ એની મત્સ્ય કન્યા ફિશરિઝની શીપમાં અત્યારે પૂરી ઐયાશીનાં મૂડમાં હતો. વાતાવરણ પણ એકદમ નશીલું અને માદક હતું. શીપ શાંત અને ઊંડા દરિયાનાં પાણીમાં ધીમે ધીમે સરકી રહી હતી ચાંદની શીતળ રેશ્મી રાત. પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આનંદની અનૂભૂતિ કરાવી રહેલો. વિજય ટંડેલની શીપનાં ડેકનાં ફલોર પર રેશ્મી અજવાળું ફેલાયેલું હતું. વિજયે શીપની ફલોર પરની બધીજ લાઇટ બંધ કરવા કીધું અને રાજુને ઇશારાથી પોતાની પાસે બોલાવી કાનમાં કંઇક કીધુ... રાજુનાયકો બોલ્યો ‘યસ બોસ... હું એ રીતે બધો બંદોબસ્ત કરી દઊં છું. ડ્રીંક્સનો આ રાઉન્ડ પુરો થાય પછી હું શીપનાં પાછળનાં ભાગમાં બધાને બોલાવી પેટ ભરીને જમાડીશ