સપ્ત-કોણ...? - 13

  • 2.4k
  • 2
  • 1.4k

ભાગ - ૧૩"માલુ. ..., આમી શ્રીધોર. .. હું શ્રીધર છું...તને લેવા આવ્યો છું. . તુમિ કિ અમાર સાતે આસ્બે? તું મારી સાથે આવીશ?" કહેતા જ એક વ્યક્તિએ ઈશ્વાનો હાથ પકડ્યો અને ઈશ્વા ચુપચાપ એ વ્યક્તિની સાથે કદમ મિલાવી ચાલવા લાગી..સમયની ઉંધી વહેતી ધારા સાથે ઈશ્વા પહોંચી ગઈ સોળમી સદીના માં કાલીના પ્રદેશ તરીકે ઓળખાતા કલકત્તામાં વહેતી હુગલી નદીના ડાબા કાંઠે વસેલા નાનકડા રજવાડા ચિન્સુરામાં. ચિન્સુરા એક એવું નાનકડું રજવાડું જે પરદેશથી ભારતમાં ધંધાર્થે આવેલા ડચ લોકોની થોડીઘણી વસ્તી હતી. એક તરફ નદી અને બીજી તરફ જંગલ, ભેજવાળી જમીન, રક્ષણની દ્રષ્ટિએ સલામત સ્થળ, સમુદ્રની નજીક હોવાથી બીજા યુરોપીય દેશો સાથે વાણિજ્ય