નાનું પક્ષી

  • 2.5k
  • 1k

મારા આંગણા માં એક બહુ મોટું નહિ એવું એક ક્રિસમસ નું ઝાડ છે .ત્યાં એક પક્ષી એ પોતાનો નાનો માળો બનાવેલો છે. હજુ થોડા વખત પહેલાંજ તેને નાના નાના બે બચ્ચાં આવ્યા.ચકલી ના બચ્ચાં એટલે સાવ નાના કે જોતા પણ ડર લાગે કે આ તો એક પવન ની લહેરખી થી પણ નીચે પડી જશે. અમારા ઘરમાં બધાને જ્યારે ખબર પડી કે બચ્ચાં આવી ગયા છે એટલે બધાએ બને ત્યાં સુધી ઝાડ નજીક જવાનું ટાળ્યું. મેં નીચે એક નાની થાળીમાં થોડા દાણા અને એક વાસણમાં થોડું પાણી ભરીને ઝાડ નીચે રાખી દીધું કે જેથી તેની માં ને ખોરાક માટે ક્યાંય રખડવું