ભારે મૂશળધાર વરસાદ

  • 2.4k
  • 896

૨૬મી જુલાઈ ૨૦૦૫, મુંબઈનો ભારે મુશળધાર વરસાદ; મહાનગરના રેકોર્ડમાં સૌથી ભીનો દિવસ સાબિત થયો હતો! હું, ગૌતમ સૂર્યવંશી; બેંગ્લોર રહેવાસી. તે વરસાદી અવ્યવસ્થામાં, મને સારા અને નરસા, બંને અનુભવોનો સમન્વય થતાં વિચાર આવ્યો, કે શું તે આબોહવા વિનાશની શરૂઆત હતી? આ રહી મારા તોફાની દિવસની યાદો.ઓફિસના કામે મને ૨૬મી જુલાઈ ૨૦૦૫ના રોજ મુંબઈ આવવાની ફરજ પાડી. મારી ફ્લાઈટ નાણાકીય રાજધાનીમાં બપોરે ૪ વાગ્યે ઉતરી અને મારું એક નંબર સ્વાગત થયું!! "માફ કરો સાહેબ, હું નથી આવી શકતો. આ ગાંડા વરસાદમાં બાંદ્રા કમર સુધીના પાણીથી ભરેલું છે. ભગવાન જાણે આપણે કેટલા કલાકો ટ્રાફિકમાં ફસાઈ જઈશું."આ એક ડઝન ટેક્સી ડ્રાઈવરનો પ્રતિભાવ હતો.