ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 10

  • 3.6k
  • 2k

" જીયા તુ ઠીક છો ને ! તને કંઈ થયુ તો નથી ને !" બધાં ને સરખી રીતે મેથીપાક ચખાડી સમર્થ ની નજર જીયા પર પડી. જે ડરી સહેમી એક બાજુ ઊભી હતી. સમર્થ તરત જ જીયા પાસે આવ્યો અને તેનો ચહેરો પોતાના હાથમાં ભરતા બોલ્યો. જીયાએ સમર્થ ને જોયું તેની આંખોમા જીયા પ્રત્યે ચિંતા સાફ સાફ દેખાઈ આવતી હતી.જીયા સાથે જે ઘટના થ‌ઈ હતી તેનાથી તે ખૂબ જ ડરી ગ‌ઈ હતી અને સમર્થ ની પોતના પ્રત્યેની ચિંતા જોઈ તે સમર્થ ને વળગી પડી અને રડવા લાગી. સમર્થ જીયાના રીએક્શન થી ચોંકી ગયો પણ જીયાને રડતી જોઈ આપોઆપ સમર્થ નો