કસક - 52 - છેલ્લો ભાગ

  • 2.2k
  • 1
  • 1k

બીજા દિવસે સવારે કવને આંખ ખોલી.તે વિચારતો હતો કે તે ક્યાં છે?,તેને બધુંજ નવું લાગતું હતું કોઈ આસપાસ નહોતું.તેણે છેલ્લે જોયેલું દ્રશ્ય તેને યાદ નહોતું.તેને ગંભીર રીતે ઇજા થઈ હતી તે તો તેને ખબર હતી અથવા કહી શકાય કે યાદ આવ્યું. તેના પગે તથા તેના હાથે પાટો હતો.તે સરખી રીતે ઊભો થઈને જાતે બેસી શકે તે સ્થિતિમાં નહોતો.તેને યાદ આવ્યું કે તે તો હોસ્પિટલમાં હોવો જોઈએ પણ કદાચ તેને ત્યાંથી રજા આપી દીધી હતી.તે ઘરે હતો પણ આ કોનું ઘર હતું.તે વિચારતો હતો કે આ ઘર તેનું નહોતું અને સાચે જ આ ઘર તેનું નહોતું.પણ તે ઘર તેને જાણીતું લાગ્યું.જાણે