કોલેજ પછી સમર્થ પોતાના ઘરે આવ્યો અને સ્ટડી કમ્પલીટ કરી પોતાના રૂમમા આડો પડ્યો જ હતો કે તેને જીયાની યાદ આવી..." સમર્થ , બધાં આજે કલ્બ મા જવાના છે. તુ આવીશ મારી સાથે મારો પાર્ટનર બનીને !"જીયાની વાત યાદ આવતા જ અમસ્તા જ સમર્થ મલકાઈ ઉઠ્યો પણ તરત જ તેના વિચારોને બીજી દિશા આપતા બોલ્યો , " સમર્થ વધારે ના વિચાર એના વિશે... તુ એના લાયક નથી ક્યા એ અને ક્યા તુ ? ચુપચાપ આંખો બંધ કરી સુઈ જા અને પોતાના કામથી કામ રાખ. " પોતાની જાત સાથે સમર્થ બબડ્યો અને હજુ તેણે આંખ બંધ કરી જ હતી કે તેનો