ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 8

  • 3.3k
  • 1.9k

સાન્વી સવારે વહેલી જ ઉઠી જાય છે અને સમર્થ અને જીયા વિશે વિચાર કરવા લાગે છે. તે આજે પણ ઘરના ગાર્ડન મા બેસીને સમર્થ ની રાહ જોઈ રહી હતી , કે ક્યારે સમર્થ આવે અને ક્યારે તે જીયા વિશે જાણે ! તે પોતાના વિચારોમા એટલી ગરકાવ હતી કે સમર્થ આવી ગયો અને તેને ખયાલ પણ ના રહ્યો." હાય સાન્વી."સમર્થ સાનવીની પાસે આવતા બોલ્યો તો સાન્વી એકદમ થી ચોંકી ગ‌ઈ. તેણે સમર્થ તરફ નજર કરી , રોજ કરતા સમર્થ આજે વધારે જ સોહામણો લાગી રહ્યો હતો. બ્લેક શર્ટ વિથ ગ્રે પેન્ટ એન્ડ ગ્રે બ્લેઝર મા તે કોઈ હિરો થી ઓછો નહોતો