અમે બેંક વાળા - 35. બે આંગળીઓ નો ખેલ

  • 1.2k
  • 622

35. બે આંગળીઓનો ખેલ ડિસેમ્બર 2010 ની એ ઠંડી રાત. નવ વાગ્યા પછી તો ચકલું યે ન ફરકે. એ સમય દરમ્યાન એક બેંકનાં એટીએમમાં રહસ્યમય રીતે કેશ ઓછી થઈ ગઈ.એટીએમ માં એ કેવી રીતે બને જ?એટીએમ કેબિનમાં બે ભાગ હોય છે. એકમાં તમારું એટીએમ મશીન અને એરકંડીશનર, બીજા એકદમ નાના ભાગમાં યુપીએસ, જો પાવર જાય તો સેવા ચાલુ રહે એટલે. આ બે ભાગ વચ્ચે નાનું પાર્ટીશન હોય છે જેને તાળું મારી બે ભાગને અલગ રાખવામાં આવ્યા હોય છે. એટીએમ માં પૈસા રાખ્યા હોય તે ભાગને 8 અક્ષરના પાસવર્ડથી સુરક્ષિત રાખવામાં આવે છે. બે અલગ અધિકારીઓ સાથે 4 લેટરના અલગ પાસવર્ડ,