સપ્ત-કોણ...? - 12

  • 2.9k
  • 1.7k

ભાગ - ૧૨આ તરફ વ્યોમ અને કલ્યાણીદેવીને આયનામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું. આયનાની પેલે પાર ઈશ્વા હોઈ શકે એ તો દરેક માટે કલ્પના બહારની વાત હતી. "વ્યોમ.... વ્યો....મ....., મમ્મીજી...... " ઈશ્વાએ શક્ય એટલા મોટા અવાજે બુમ પાડી પણ વ્યોમ અને કલ્યાણીદેવી દરવાજાની બહાર નીકળી ગયા. "બા સાહેબ, તમે માં દીકરો કોઈ અવઢવમાં છો એવું લાગે છે. જો તમે મને કહેશો તો શક્ય છે કે એમાંથી કોઈ માર્ગ નીકળી આવે. વકીલ, પોલીસ અને ડોકટરથી બને ત્યાં સુધી કઈ જ ન છુપાવવું એવો મારો મત છે. ક્યારેક સમસ્યામાં જ સમાધાન મળી આવે. કોયડામાં જ ઉકેલ હોય અને આપણે હવામાં હવાતિયાં મારતા