સપનાનાં વાવેતર - 1

(123)
  • 19.5k
  • 7
  • 13k

સપનાનાં વાવેતર પ્રકરણ 1રાજકોટમાં કાલાવડ રોડ એક સમૃદ્ધ એરિયા ગણાય છે. આ જ કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરથી સહેજ આગળ જતાં ઉમિયા ચોક આવે છે. ત્યાંથી જમણી બાજુ વળીને સહેજ આગળ જાઓ એટલે પારસ સોસાયટીનો વિસ્તાર શરૂ થાય છે. આ પારસ સોસાયટીની શેરી નંબર ૩ માં હરસુખભાઈ માવાણીનો બંગલો આવેલો છે. માવાણી શેઠ એટલે એક જમાનામાં મશીન ટુલ્સમાં મોટું નામ. બ્રાસમાંથી મશીન ટુલ્સ બનાવવાની ફેક્ટરી એમણે ભક્તિનગરના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ૪૫ વર્ષ પહેલાં નાખેલી. એ પછી તો એ જાતજાતનાં મશીનો પણ બનાવતા ગયા. એમાં ને એમાં એ ૮ ૧૦ કરોડના આસામી બની ગયા. હરસુખભાઈ શરૂઆતમાં ભક્તિનગર સોસાયટીમાં જ રહેતા હતા. પરંતુ