ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 6

  • 3k
  • 1.9k

" અરે , ઓ મિસ્ટર સમર્થ ઊભો તો રહે. મારે વાત કરવી છે તારી જોડે. " જીયા સમર્થની પાછળ ભાગવા લાગી પણ સમર્થ તો જાણે તેની સાથે વાત ન કરવાની કસમ ખાઈ લીધી હોય તેમ બસ આગળ ને આગળ ચાલ્યો જતો હતો.આખરે એની મંઝીલ આવી ગઈ અને તે ક્લાસરૂમમાં જઈ પોતાની જગ્યાએ ગોઠવાયો. તે પોતાની બેન્ચ પર એકલા જ બેસતો કેમકે તે બીઝનેસ માટે જે હાયર સ્ટડીઝ કરી રહ્યો હતો , તે સ્ટડી મોટા ભાગે જ મીડલ ક્લાસ ના છોકરાઓ કરતા હોય છે અને એ ક્લાસ રૂમમા અચલ એકલો જ મીડલ ક્લાસ પરિવારથી હતો અને બીજા વિસેક જેટલા સ્ટુડન્ટ હતા