અમે બેંક વાળા - 33. ઝડપી સેવા

  • 1.4k
  • 1
  • 680

33. ઝડપી સેવા!1985 ની સાલ હશે. એ વખતે ટપાલ સેવા આજના પ્રમાણમાં ધીમી હતી, કોમ્પ્યુટર જેવી વસ્તુની કોઈને કલોનાં હતી. આંગડિયા તો એના પણ પચાસ વર્ષ અગાઉથી હતા જે સોની લોકોનાં ઘરેણાં કે શરાફ લોકોની નોટોનાં બંડલો એક થી બીજે ગામ લઈ જતા. કુરિયર કદાચ શરૂ થવામાં હતા.હવે બેંકમાંથી કોઈ વેપારી કે સામાન્ય માણસ અન્ય શહેરમાં પૈસા મોકલવા ડ્રાફ્ટ કઢાવે તો એની જે તે બ્રાન્ચ સામેની બ્રાન્ચ ને એડવાઇસ મોકલે કે અમે આજે આટલી રકમના અને આ નંબરના ડ્રાફ્ટ તમારી ઉપર ડ્રો કર્યા છે જે ચૂકવશો. એ બેંક ની એક બ્રાંચ નો બીજી બ્રાન્ચ ને આદેશ છે અને કુલ ડ્રાફ્ટની