નિંદ્રા આગમન- સ્વ રચિત હાલરડાં સંગ્રહ

  • 3.4k
  • 1.3k

વર્તમાન સમયમાં વિસરાતો સાહિત્ય પ્રકાર એટલે હાલરડું માતાના સ્નેહાળ કંઠે ગવાતું સુરીલું ગાન બાળકને મીઠી નીંદરમાં પોઢાડે છે.એવા જ કેટલાક સ્વ રચિત હાલરડાં રચવાનો મારો આ પ્રયાસ છે.હાલરડું -1 નિંદ્રારાણી જલ્દી આવ. શમણાંની સૌગાતો લાવ. જગત આખું નીંદરે પોઢે, એવું હું હાલરડું ગાવ. આભની છાબડીમાં તારા એકલાં ઘૂમે, વાદળ પાછળ ચાંદો સંતાકુકડી રમે, તારા ને તું ચાંદો બતાવ. નિંદ્રારાણી જલ્દી આવ. શમણાંની એક કોરે દુનિયા નવી ડોલે, સુખના સોનેરી ફુલડાઓ પર્ણ-પર્ણ ફોરે, સુગંધી શમણાં ગૂંથાવ. નિંદ્રારાણી જલ્દી આવ. -ડૉ.સરિતા (માનસ) હાલરડું - 2 ચાંદો રમતો આભલે ને ,સૂરજ થાકી પાેઢયાે. વનવગડાના પંખીડા પણ પાછા માળે ફર્યા, સુઈ જા તું પણ