ગેરસમજ ...!!

  • 2.8k
  • 1.1k

ગેરસમજ ...!!સિત્તેર વર્ષની વૃદ્ધાવસ્થા ધરાવતાં શારદાબા ઘરમાં એક વડીલનું સ્થાન ભોગવતાં હતાં. પોતાના પતિના અવસાન બાદ તેઓએ ઘણા જ કપરા સંજોગોનો સામનો કરીને એકના એક દીકરાને માવજત કરી ઉછેર્યો હતો. તેને ભણાવી-ગણાવી સમાજમાં એક ઈજ્જદાર વ્યક્તિ બનાવ્યો હતો. દીકરો કરણ પણ તેની મમ્મીનો ખૂબ જ આદરભાવ રાખતો અને મમ્મીના દિલને ક્યારેય ઓછું ના આવે તેનું ખાસ ધ્યાન રાખતો.સમય થતાં દીકરાનાં પોતાના સમાજના એક સુખી પરિવારની ગુણિયલ અને સમજદાર કન્યા કિરાતી સાથે લગ્ન પણ કરાવી દીધાં. દીકરો હવે પોતાની એક નવી જવાબદારી સાથે ગૃહસંસારમાં રત રહેલા લાગ્યો. આથી તેની મમ્મી તરફનું તેનું ધ્યાન થોડું ઓછું થવા લાગ્યું. શારદાબા મનમાં થયું કે