પર્વાધિરાજ પર્યુષણ

  • 2.3k
  • 847

પર્વાધિરાજ પર્યુષણ જૈન ધર્મમાં આત્માની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પર્યુષણનું પર્વને ઉજવવામાં આવે છે. આઠ દિવસના પર્યુષણ પર્વનો પ્રારંભ થાય છે તેથી જૈન સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે. આ વર્ષના પંચાંગમાં બે શ્રાવણ માસ હોવાથી પ્રથમ શ્રાવણ માસને નગણ્ય કરી નિજ શ્રાવણ માસ અર્થાત બીજા શ્રાવણ માસમાં શ્રાવણ સુદ-13, તા. 12સપ્ટે. 2023 થી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. અને ભાદરવા સુદ પંચમી (ચોથ) ના સંવત્સરી પર્વ તા. 19-સપ્ટે.૨૦ર3 ના ઉજવાશે. પર્યુષણ અર્થાત પરિ ઉષણ. અહી પરિનો અર્થ ચારે તરફ અને ઉષણનો અર્થ ધર્મની આરાધના એવો થાય છે. મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે "પજ્જો-સવન". જૈન