સપ્ત-કોણ...? - 11

  • 2.6k
  • 1
  • 1.5k

ભાગ - ૧૧ બીજુના નિષ્પ્રાણ શરીરની બાજુમાં બેસી નીરુ અને સુજન પોક મુકી રડવા માંડ્યા... પણ એમને ખબર નહોતી કે બીજુની હત્યા કરવામાં આવી છે. સત્યથી બેખબર બેય ભાઈ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. બેય અસમંજસમાં હતા કે હવે શું કરવું? ક્ષણભરમાં બીજુ વગર બેય જીવતી લાશ બની ગયા હતા. "હોવે કોના હારુ જીવવું?" નીરુ છાતી કૂટી રહ્યો હતો. "ઈ ભાઈ કયો ગયા? બીજુને આઈ લઈ આવ્યા'તા ઈ નથ દેખાતા." સુજન ઉભો થઈ આંખે હથેળીનું છાજિયું કરી આજુબાજુ જોવા લાગ્યો. "કુણ હતા શે ખબર?" ધીમે ધીમે તપતી જતી રેત પર ગમછો પાથરી બેય ભાઈઓએ બીજુના અચેતન દેહને ગમછા પર