સંબંધની પરંપરા - 20

  • 2.3k
  • 970

ધરમભાઈ બહેનને ત્યાં ગયા છે. બહેને તો ભાઈને આમ ઓચિંતા આવતા જોયા એટલે થોડું અજુગતું તો લાગ્યું. પણ... બહેનને આંગણે એનો વીરો ક્યાંથી...!એ તો રાજી થતા આવકારવા લાગ્યા. ધરમભાઈ અંદર આવી, રામ...રામ... કરી, બુટ ઉતારવા લાગ્યા. ગોમતીબાઈએ ઓસરીમાં ખાટલો ઢાળી દીધો. ફળિયામાં તડકો આવી ગયો હતો. કાનજીની વહુ દોરીએ કપડાં સૂકવતી હતી. એટલે ગોમતીબાઈએ જાતે જ પાણી ભરી આપ્યું... અને મોહનના બાપુને સાદ દીધો. મોહન,ધનજીભાઈ અને સીતા મેડમ સવારમાં સાથે એના રૂમમાં જ ગીતા પાઠ કરતા... એટલે પાઠ પૂરો કરી બધા ત્યાં જ વાતે વળગ્યા હતા. ગોમતીબાઈના સાદે બાપ દીકરો બંને સાથે બહાર આવ્યા. ધનજીભાઈએ ધરમભાઈને રામરામ કર્યા... અને મોહને