સંબંધની પરંપરા - 18

  • 1.9k
  • 968

સગાઈના મુરતનો સમય નજીક આવ્યો. બધા મહેમાનો આવી ગયા છે. મીરાં પણ સજીધજીને તૈયાર બેઠી છે. હવે માત્ર સામે પક્ષેથી મહેમાન આવે તેને જ પ્રતીક્ષા છે. પતિ પત્ની નવા થનાર વેવાઈને આવકારવા તત્પર હતા . એટલામાં મહેમાનનાં આવવાનો અવાજ સંભળાયો જાનબાઈ અને ધરમભાઈ તેમને આવકારવા , સત્કારવા માટે સામે ગયા. પતિ પત્ની બંને બહાર જઈને જે દ્રશ્ય જૂએ છે તે જોઈને તો બંને સાવ આભા જ બની ગયા. જાણે કોઈ વિચારી ન શકે એવી અવસ્થા... બંને જણા જાણે મૂર્તિવંત ઉભા રહી ગયા. એકબીજાની સામે જોયા કરે છે.... તેઓ જુએ છે તો એક તરફ મીરાંનું સગપણ જેની સાથે નક્કી થયું હતું