સંબંધની પરંપરા - 17

  • 1.8k
  • 1.1k

માત્ર સાત વર્ષની ઉંમરની મીરું અને તેને મોટી બહેન સેજલ દસ વર્ષની. ન્યાતમાં એવો રિવાજ કે સગપણ બાળપણથી જ નક્કી થઈ જતા. એટલે ,જાનબાઇએ બંને બહેનોના વેવિશાળ સાથે જ કરવાનું નક્કી કરેલું.સેજલ માટે તો ન્યાતમાં સારું ઘર અને સારો વર મળી ગયા. પણ,મીરું નાનપણથી જ થોડી તોફાની અને સ્વછંદ. હા....એક દેખાવને બાદ કરતા સેજલ કરતા શેમાંય ચડિયાતી નહિં. સેજલ દેખાવે સાધારણ પણ કામકાજમાં અને બધી રીતે હોંશિયાર. જ્યારે મીરાં દેખાવે જેટલી સુંદર સ્વભાવથી એટલી જ વિપરીત. ન્યાતમાં નાની ઉંમરે સગપણની પ્રથા એટલે તેના માટે પણ મુરતિયાની શોધ આદરેલી. સંબંધો ત્યારે મામા-ફોઈ-માસીના સંતાનો સાથે અંદરો અંદર પણ થતા. એટલે જો ત્યાં