સંબંધની પરંપરા - 13

  • 1.5k
  • 874

શું હશે વર્ષો પહેલાની વાત એ જ પ્રશ્ન વારંવાર મીરાંનાં મનમાં ઘૂંટાયા કર્યો અને આંખો મીંચાઈ જ નહીં.એતો એમ જ પથારીમાં પડખા ફર્યા કરી. ધીમે-ધીમે તારોડીયા આથમ્યા અને ઉગતો સૂરજ ધરતી પર પોતાનો પ્રકાશપૂંજ ફેલાવા લાગ્યો. આજુબાજુમાંથી વલોણાના અને પનિહારીનાં ઝાંઝરના અવાજોથી અને પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજતું હતું. પણ,મીરાંને તો કયા રાત પડી હતી તે સવારની નવીનતા એને આકર્ષે. એતો ઉજાગરાના રંગને આંખોમાં આંજી સવારના કામે વળગી. એટલામાં ગીતા આવી.ગીતા : "અલી મીરાં.... ક્યાં ગઈ હતી? કાલે તમને આખો દી ના જોઈ તો તારા બાને પૂછ્યું તો કહે કે 'શહેરમાં ગઈ છે, ક્યાંક ઓચિંતાનું કામ આવી પડ્યું હતું."મીરાં : "હા...એવું