ડાયરી - સીઝન ૨ - બી લેટેડ હેપ્પી બર્થ ડે કાન્હા

  • 1.1k
  • 448

શીર્ષક : બી લેટેડ હેપ્પી બર્થ ડે, કાન્હા©લેખક : કમલેશ જોષીમિત્રો, જો કૃષ્ણ તમારા ઘરથી ચાર ઘર છેટેના કે ચાર શેરી છેટેના બંગલામાં નંદ અને યશોદા સાથે, પત્ની રુક્મિણીજી અને મોટાભાઈ બલરામજી સાથે રહેતો હોત અને તમારા એની સાથેના સંબંધો ખૂબ જામ્યા હોત તો તમે એનો બર્થ-ડે કેવી રીતે સેલીબ્રેટ કરત? શું આ વખતની જન્માષ્ટમી તમે એવી રીતે સેલીબ્રેટ કરી ખરી?હું તમને બીજી રીતે પૂછું. જે બોસ તમારા પગારમાં પચ્ચીસ-ત્રીસ ટકા વધારો કરવાનો હોય તેનો અથવા જેમની સાથે હજુ હમણાં જ તમારી સગાઈ થઈ છે તેનો અથવા જે વ્યક્તિ તમારી પાંચ-પચ્ચીસ કે પચાસ લાખની લોન મંજૂર કરનાર છે એનો જન્મદિવસ